મધની એક ચમચી તૈયાર કરવા માટે મધમાખી દ્વારા કરવામાં આવેલો પરિશ્રમ

એક મધમાખી તેના સમગ્ર જીવનમાં ચમચીના બારમા ભાગ જેટલું મધ પેદા કરી શકે છે. તે માત્ર પોતાના માટે નહિ પરંતુ આવનારી પેઢી માટે કરે છે.

તમે જાણતા હશો કે મધમાખીનું જીવન માત્ર ૪૫ થી ૬૦ દિવસનું હોય છે. તેમના જીવનનો એકમાત્ર ધ્યેય તેમના પરિવાર માટે ખોરાકની વ્યવસ્થા કરવી (સંગ્રહ કરવો) અને તેમનું રક્ષણ કરવાનો હોય છે.

મધમાખીમધનું એક ટીપું બનાવવા માટે, પંદર કરતા વધારે ફૂલોનો રસ એકત્રિત કરવો પડે છે.

મધપુડામાં કરોડો મધમાખીઓ હોય છે. એક કિલો મધ બનાવવા માટે તમામ મધમાખી દ્વારા કરવામાં આવલી યાત્રા ૪૨૦૦૦ કિમીથી વધુ હોય છે. આ અંતર પૃથ્વીને ફરતે ૭ ચક્કર લગાવવા જેટલું છે.

હજારો વર્ષોથી માનવ મધ મેળવવા માટે ખુબજ ઘાતકી રીતનો ઉપયોગ કરી રહ્યો છે. મધમાખીના પૂળામાંથી મધ મેળવવા માટે તેની નીચે ખુબ ધુમાડો કરી પૂળાને નીચોવીને મધ મેળવવામાં આવે છે. આ દરમિયાન બહુ મોટી સંખ્યામાં મધમાખીઓ, ઈંડા, બચ્ચા, લાર્વા મરી જાય છે. પૂળાને નીચીવી મધ લેવાની પ્રક્રિયા દરમિયાન ઈંડા, બચ્ચા બધું નીચોવાય જતા હોવાથી મધ જૈવિક અશુદ્ધિઓ પણ ભળી જાય છે અને આવા મધને લાંબા સમય સુધી સાચવી શકાતું નથી. મધ મેળવવાની આ નિર્દયી રીતને લીધે મધમાખીઓની ઘણી જાતિઓ પૃથ્વી પરથી નામશેષ થઇ ગઈ છે.

પૌષ્ટિક અને ગુણોથી ભરપુર એવા મધનો ભારતીય લોકો બહુ ઓછો ઉપયોગ કરતા આવ્યા છે. ભારતીય લોકોના રોજીંદા આહારમાં મધનું સ્થાન નથી, માત્ર ઔષધ તરીકે તેનો ઉપયોગ થાય છે. આની પાછળ પણ ધાર્મિકતા રહેલી છે, મધ કાઢવાની આ હિંસક રીત ને લીધે ખુબ મોટી સંખ્યામાં મધમાખીઓ મરતી હોવાથી ભારતીય લોકો મધનો ઉપયોગ બહુ ઓછો કરે છે.

મધમાખી ઉછેર કેન્દ્રમાં મધ અહિંસક રીતે મેળવવામાં આવે છે. આ વૈજ્ઞાનિક રીતમાં મધમાખીના પૂળાને નુકસાન પહોચાડવામાં આવતું નથી. જેના કારણે મધમાખીના પરિવારનો વિકાસ થાય છે. મધમાખી ઉછેર શોષણનું નહિ પરંતુ પોષણનું કાર્ય છે. અમારી આપને વિનંતીછે કે મધમાખી ઉછેર કેન્દ્રમાંથી અહિંસક રીતે તૌયાર થયેલા મધનો ઉપયોગ કરવો, જે મધમાખી ઉછેરને પ્રોત્સાહન આપશે અને આ નિર્દોષ પ્રાણીની હત્યાના કરવાની પરંપરાને બંધ કરવા માટે મદદરૂપ થશે.