પરિચય

મધમાખીઓનું સંવર્ધન કરીને સંપૂર્ણ અહિંસક પદ્ધતિથી શુદ્ધ અને સાત્વિક મધ મેળવવાના આશય સાથે સન 2012 ડૉ. ધર્મેશ વાઢેર દ્વારા મધમાખી ઉછેરની શરૂઆત કરવામાં આવી હતી. ખુબ ઓછા લોકો જાણે છે કે મધમાખીઉછેરએ શોષણની નહિ પણ પોષણની પ્રવૃત્તિ છે, પરોપજીવનના નહિ પણ સહજીવનના સિદ્ધાંત પર આધારિત છે. મતલબ કે માત્ર માનવ માટે નહિ પણ માનવ અને મધમાખી બંને માટે લાભદાયી છે. વાસ્તવમાં મધમાખીઉછેરએ કિશાન, કૃષિ અને પ્રકૃતિ બધા માટે હિતકારી છે.

માત્ર શોખથી કુદરતના સાનિધ્યમાં કરવામાં આવેલી નાની શરૂઆતે સમય જતા વ્યવસાયનું સ્વરૂપ લીધું. આજે ઇન્ડીજીનશ હની પાસે પોતાની ૧૦૦૦ કરતા પણ વધુ મધમાખીની વસાહતો છે. અમારું અને અમારી મધમાખીઓનું કાર્યક્ષેત્ર ગીર સોમનાથ જીલ્લાનો ગ્રામ્ય વિસ્તાર છે.

ડો. ધર્મેશ વાઢેર એક મધમાખી પાલક તરીકે તેમના વેરાવળ, ગીર-સોમનાથ, ગુજરાત, ભારતના મધમાખી ના ખેતરમાં

મધમાખીની એક વસાહતમાં એક રાણી મધમાખી, 200-300 નર મધમાખી અને 20,000 થી 80,000 સુધી કામદાર મધમાખી હોય છે. મધમાખીઓના આ પરિવારને વૈજ્ઞાનિક ઢબે બનેલી લાકડાની પેટીમાં ઉછેરવામાં આવે છે. આ પેટીઓને બારેમાસ ફૂલોથી ભરપુર હોય એવા વિસ્તારોમાં રાખવામાં આવે છે. બારેમાસ ફૂલો મળવાથી મધમાખીઓ તેની જરૂરીયાત કરતા વધુ મધ બનાવે છે. આ વધારાનું મધ આધુનિક ટેક્નોલોજીયુંક્ત મશીન વડે કાઢી લેવામાં આવે છે. મધ કાઢવાની આ પ્રક્રિયા દરમિયાન એકપણ મધમાખી, ઈંડા કે બચ્ચાને જરા પણ નુકસાન પહોચતું નથી. આ મધ પર કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરવામાં આવતી નથી અને તેમાં કોઈ પણ બાહ્ય પદાર્થ (પ્રિઝર્વેટીવ,ખાંડ વગેરે) ઉમેરવામાં આવતો નથી. માત્ર સુતારવ કાપડ વડે ગાળીને આપના સુધી પહોચાડવામાં આવે છે.

ઇન્ડીજીનસ હની આપને ૧૦૦ % શુદ્ધ, સાત્વિક અને કુદરતી મધ આપવાની ખાત્રી આપે છે.

ગુજરાતમાં મધ ઓનલાઈન ખરીદો

૫૦૦ ગ્રામ

ઇન્ડીજીનસ હની

  • ડીલીવરી

ઇન્ડીજીનસ હની આપને ૧૦૦ % શુદ્ધ, સાત્વિક અને કુદરતી મધ આપવાની ખાત્રી આપે છે. મધ કાઢવાની પ્રક્રિયા દરમિયાન એકપણ મધમાખી, ઈંડા કે બચ્ચાને જરા પણ નુકસાન પહોચતું નથી. આ મધ પર કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરવામાં આવતી નથી અને તેમાં કોઈ પણ બાહ્ય પદાર્થ (પ્રિઝર્વેટીવ,ખાંડ વગેરે) ઉમેરવામાં આવતો નથી. માત્ર સુતારવ કાપડ વડે ગાળીને આપના સુધી પહોચાડવામાં આવે છે.

ઇન્ડીજીનસ હની તમને ઘર બેઠા મળી જશે . ઓર્ડર મળ્યા ના ૪૮ કલાક ની અંદર મધ ની ડીલીવરી મળી જશે .

₹૫૫૦

આયુર્વેદની દ્રષ્ટિએ મધના ફાયદા

આયુર્વેદની દ્રષ્ટિએ મધના ફાયદા

આયુર્વેદના મુખ્ય ગ્રંથ સુશ્રુતસંહિતામાં મધના ફાયદાનું વર્ણન જોવા મળે છે.

સુશ્રુતસંહિતામાં મધનું વર્ણન સુત્રસ્થાન ૪૬ द्रव्यविधीधर्याय ના શ્લોક ૧૩૨ માં જોવા મળે છે. તેમાં મધના આ મુજબના ગુણોનું વર્ણન જોવા મળે છે.

"अग्निदिपन":

મોટા ભાગના રોગો થવાનું કારણ નબળી પાચનશક્તિ હોય છે. મધ નો ઉપયોગ જઠરાગ્નીને તેજ કરે છે.

"वणर्य, सुकुमार, प्रसादन ":

મધનો આંતરિક તેમજ બાહ્ય બન્ને રીતે ઉપયોગ કરી શકાય છે. મધ નો ત્વચા પર પાતળો લેપ કરવાથી ત્વચામાં કોમળતા અને નીખાર આવે છે. આધુનિક સંસોધનો મુજબ પણ સુંદરતા વધારવા માટે મધ અક્સિર છે. જો તેને નિયમિત રીતે ચહેરા પર લગાવવામાં આવે તો ત્વચા ચમકદાર અને કોમળ રહે છે. સનબર્ન થયું હોય તો પણ મધનો ઉપયોગ કરી શકાય છે. મધમાં એવા ગુણો છે ત્વચાને સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોથી બચાવે છે અને તાજગી બક્ષે છે. મધ ત્વચા માંથી પાણીનું પ્રમાણ ઘટવા દેતું નથી અને તેથી તેની ચમક ઓછી થતી નથી. જો સ્કીન ઓઈલી હોય તો મધ અને દૂધ મિક્ષ કરી નિયમિત ચહેરા પર લગાવવા થી ફાયદો થાય છે. મોટાભાગની કોસ્મેટીક કંપનીઓ મધનો ઉપયોગ તેમની પ્રોડક્ટ્સમાં કરે છે. મધ એક પ્રાકૃતિક એન્ટી ઓક્સીડન્ટ છે, તેના કારણે ચહેરાના નાના મોટા ઇન્ફેક્સન સામે લડી શકાય છે. પીમ્પલ્સ થી બચવા માટે પણ મધનો ઉપયોગ કરી શકાય છે.

"स्वर्य":

મધનો નિયમિત ઉપયોગ કરવાથી અવાજની ગુણવતામાં સુધારો થાય છે

"वाजीकरण ":

મધનો ઉપયોગ કરવાથી વીર્યની માત્ર વધે છે અને વીર્યની ગુણવતામાં સુધારો થાય છે. યુનાની હકીમો હજારો વર્ષોથી કામશક્તિ વર્ધક દ્રવ્ય તરીકે મધનો ઉપયોગ કરતા આવ્યા છે. યુનાની હકીમોએ લખ્યું છે કે મધના નિયમિત સેવનથી પુરુષના શુક્રાણુંમાં બળ આવે છે અને નિયમિત રીતે ૨ ચમચી મધનું સેવન કરવાથી નપુંસક વ્યક્તિ પણ શારીરિક સમાગમની ઈચ્છા કરતા થઇ જાય છે.

"लेखन":

મધમાં લેખન ગુણ રહેલો હોવાથી તે શરીરમાં જામેલી વધારાની ચરબી અને કફને ખોતરીને દુર કરે છે. જેથી મેદસ્વીતા દુર થાય છે અને શરીર સુડોળ બને છે. મેદસ્વીતાની ચિકિત્સામાં પણ મધનો વિશેષ ઉલ્લેખ કરાયેલો છે. આધુનિક સમયમાં પણ મધ ચરબી ઉતારવા માટે ખુબ મોટા પાયે ઉપયોગમાં લેવાય છે. મધ કોઈ પણ પ્રકારની આડઅસર કાર્ય વગર શરીરની વધારાની ચરબી દુર કરે છે. મધ એ દમ, શરદી અને કફ જેવા રોગો માટે અક્સિર ઈલાજ છે. કફની તકલીફ ખાસકરીને વૃદ્ધ વ્યક્તિઓને વધારે હોય છે. ચીકણા કફને મધ ખોતરીને શરીરની બહાર કાઢે છે અને ઉધરસમાં રાહત પહોચાડે છે.

"हदय":

મધનો નિયમિત ઉપયોગ કરવાથી હદયનું સ્વાસ્થ્ય જળવાય છે અને હદયના સ્નાયુઓની કાર્યક્ષમતામાં વધારો થાય છે. પ્રખ્યાત ડેનીશ મેડીકલ જર્નલમાં ડો. એન્ડ્રોવ અને ડો. એરિક વોગ્લમેને એક પ્રયોગ રજુ કર્યો હતો જે આ મુજબ છે. ઠંડા કરેલા ચાના પાણીમાં ૨ ચમચી મધ અને ૩ ચમચી તાજનો ભૂકો નાખીને દર્દીને પીવડાવ્યું. નિયમિત આ પ્રકારે બનાવેલી ચા પીવાથી વધેલું કોલેસ્ટેરોલ અને ચરબીનું પ્રમાણ સંપૂર્ણપણે અંકુશમાં આવે છે. દરરોજ સવારે નાસ્તામાં બ્રેડ કે રોટલી સાથે જામ કે જેલીને બદલે મધનો ઉપયોગ કરવાથી શરીરમાં અને લોહીનું વહન કરતી નસોમાં જમા થયેલી ચરબીને ઓગળી જાય છે. આવી રીતે નિયમિતપણે મધનો ઉપયોગ કરતી વ્યક્તિ હદયરોગ બચે છે. (વિકલી વકર્દ ન્યુઝ કેનેડા, ૧૭ જાનુઆરી, ૧૯૯૫ માંથી)

"संधान":

મધમાં સંધાન ગુણ રહેલો હોવાથી તૂટેલા હાડકાને જોડનાર છે અને તેના નિયમિત સેવનથી હાડકાની મજબૂતીમાં વધારો થાય છે. આધુનિક સંસોધનો પ્રમાણે પણ મધમાં વિપુલ પ્રમાણમાં ખનીજતત્વો રહેલા હોવાથી તે હાડકા માટે ફાયદાકારક છે.

"शोधन, रोपण":

મધનો ઉપયોગ લાગેલા ઘા ઉપર કરવાથી તેમાં ઇન્ફેકશન લાગતું નથી અને તે ઝડપથી રુજાય જાય છે. ડ્યાબીટીસમાં થાનાર અલ્સરમાં પણ મધ ઉપયોગી છે.

"सुक्ष्ममार्गानुसारी":

મધમાં સુક્ષ્મ માર્ગ અનુંસારી ગુણ રહેલો હોવાથી તે શરીરની નાનામાં નાની કેશીકોઓમાં પ્રવેશવા માટે સક્ષમ છે. તેથી તે શરીરના દરેક ભાગને ફાયદો પહોચાડનાર છે.

"चाक्षुषय":

નિયમિત રીતે મધનો પ્રયોગ કરવાથી આંખોનું તેજ વધે છે. દિવસમાં ૨ થી ૩ વાર મધના ૧ કે ૨ ટીપા આંખમાં નાખી શકાય છે. ઈન્ડીજીનશ હની પર તમે પૂર્ણ વિશ્વાસ કરી શકો છો. (નોંધ : આંખમાં મધ નાખવાથી બળતરા થાય છે.)

મધમાખી ઉછેરનો વ્યવસાય-"જાણો સિક્કાની બીજી બાજુ."

મધમાખી ઉછેર કેન્દ્ર ગુજરાતમાં

"ગુજરાતમાં ઘણા લોકો મધના વ્યવસાય કરતા મધમાખીના વ્યવસાયમાં વધુ રસ લઈ રહ્યા છે."

હું 2012 થી મધમાખી ઉછેરના વ્યવસાય સાથે જોડાયેલો છું આટલા વર્ષોમાં ઘણી વાતો નજર સામે આવી છે જે નવા મધપાલક કે મધમાખી ઉછેરમા પ્રવેશવા ઇચ્છતા વ્યક્તિએ જાણવી જરૂરી છે.

વર્તમાન સમયમાં ભારતભરમાં લાખો નવયુવાનો અને ખેડૂતોની આશભરી નજર મધમાખી ઉછેરના વ્યવસાય તરફ છે જેમાં માનનીય પ્રધાનમંત્રી મોદીજીના “સ્વીટ રિવોલુસ્યન” અભિયાનનું મોટું યોગદાન છે. અને મધમાખી ઉછેરએ વર્તમાન સમયની જરૂરિયાત છે પણ ખરા કેમ લોકોની સ્વાસ્થ્યસંબંધી, રોજગારસંબંધી અને ખેડૂતોની ફલિકરણસંબંધી ઘણી સમસ્યાઓનું સમાધાન મધમાખી પાલનમાં રહેલું છે.

પરંતુ એક સિક્કાની બે બાજુ હોય એવી રીતે એક નકારાત્મક પાસું પણ વિકસી રહ્યું છે “ગુજરાતમાં લોકો મધના વ્યવસાય કરતા મધમાખીના વ્યવસાયમાં વધુ રસ લઈ રહ્યા છે” જેનો ભોગ ઉત્સાહી નવયુવાનો અને ભોળા ખેડૂતો બની રહ્યા છે. ઘણા લોકો પ્રલોભનયુક્ત અને તથ્યોવિહોણી વાતો કરી માત્ર મધમાખીઓ વેચી રહ્યા છે જેઓએ જાતે ક્યારેય વ્યવસાયિક ધોરણે મધ ઉત્પાદન કર્યું પણ નથી અથવા તો એમ પણ કહી શકાય કે એમનો વ્યવસાય જ મધનીપેટીઓની દલાલીનો છે.

મધમાખી ઉછેર અને પશુપાલનને લોકો સમાન નજરથી જોઈ રહ્યા છે પરંતુ વાસ્તવિકતા ઘણી અલગ છે. વ્યવસાયિક રીતે મધનું ઉત્પાદન એક જગ્યાએ રહીને કરવું શક્ય નથી કારણ કે એક જગ્યાએ રહીને મધમાખીઓને 365 દિવસ પુષ્કળ ફૂલો મળી રહે તેવી વ્યવસ્થા કરવી લગભગ અશક્ય છે કારણ કે 100 મધમાખીની પેટીઓ માટે લમસમ 250 વીઘા જેટલો ફૂલોવાળો વિસ્તાર જોઈએ. મધમાખીઓને બારેમાસની ફૂલો મળશે તોજ વ્યવસાયિક રીતે પોષાય એટલું મધ મેળવી શકાશે આથી જ વ્યવસાયિક મધમાખી પાલકો સમયે સમયે મધમાખીઓ પેટીઓનું સ્થાન બદલાવ્યા કરે છે.

ગુજરાતમાં રાઈ, અજમો, વરિયાળી, ધાણા, તુવેર, રજકો, તલ, ગાંડા બાવળ અને નારીયેલી જેવા પાકો મધમાખી માટે ઉપયોગી છે.

ઘઉં, કપાસ, મગફળી, જુવાર, ડાંગર, જેવા પાકો મધમાખી માટે ઉપયોગી નથી જેની ખાસ નોંધ લેવી.

ગુજરાત અને ઉત્તર ભારતની ભૌગોલિક પરિસ્થિતિ ઘણી અલગ છે જેથી આપણે ગુજરાતમાં મધ ઉત્પાદન પ્રમાણમાં ઘણું ઓછું મળે છે જેના કારણોમાંવધુ તાપમાન, ગ્રીન બી ઇટર પક્ષીનું વધુ પ્રમાણ અને ખેતીમાં જંતુનાશક દવાઓનો વધુ પડતો ઉપયોગ છે.

મધના ભાવ વિશે પણ લોકોના મનમાં ઘણી ભ્રમણાઓ પ્રવર્તે છે જો વ્યક્તિ ઉત્પાદિત મધનું પેકીંગ કરી જાતે વેચાણ કરશે તો ગુણવતા અને માર્કેટિંગ પ્રમાણે સારા એવા ભાવ મેળવી શકશે પરંતુ હોલસેલ રેટથી ટ્રેડર્સ કે કંપનીને આપશે તો નગણ્ય ભાવોથી વેચવુ પડશે જેથી માર્કેટ વિશે જાતે માહિતી મેળવીને શરૂઆત કરવી.

મધમાખીની પેટી વેચનારા મોટાભાગે અતિશયોક્તિ પૂર્ણ વાતો કરતા હોવાથી પ્રોજેકટ રિપોર્ટ બનાવતા પૂર્વ યોગ્ય તાપસ કરવી જોઈએ અને લૉન કે ફાયનાન્સ કરી ને આ વ્યવસાયમાં ઉતારવું ભૂલ ભર્યું છે. શરૂઆત હંમેશા નાના પાયેથી કરવી, જાત અનુભવ મેળવી વધુ રોકાણ કરવું જોઈએ.

દાડમ, આંબા જેવા બાગાયતી પાકોમાં ફલિકરણ માટે મધમાખીની પેટી મુકનારા લોકોએ પહેલા મધમાખી માટે નુકશાનકારક જંતુનાશક દવાઓ વિશે પૂરતી માહિતી મેળવી લેવી જોઈએ કેમ કે મધમાખી ખૂબ સૌમ્ય કીટક(ડંખ હોવા છતાંય...!!) છે જંતુનાશકો સામે ટકી શકતી નથી. મધમાખી ઉછેરમાં નિષ્ફળ થયેલા બાગાયતી ખેડૂતોની યાદી બહુ મોટી છે.

મારો અંગત મત એવો પણ છે કે મધમાખી પ્રત્યે થોડો પણ લગાવ હોય તોજ આ વ્યવસાયમાં આગળ વધવું કેમ કે માત્ર આર્થિક પાસું ધ્યાનમાં લઇ ને આવનાર મધમાખીઓ ડંખથી જલ્દી ડઘાઈ જાય છે.