પરિચય

મધમાખીઓનું સંવર્ધન કરીને સંપૂર્ણ અહિંસક પદ્ધતિથી શુદ્ધ અને સાત્વિક મધ મેળવવાના આશય સાથે સન 2012 ડૉ. ધર્મેશ વાઢેર દ્વારા મધમાખી ઉછેરની શરૂઆત કરવામાં આવી હતી. ખુબ ઓછા લોકો જાણે છે કે મધમાખીઉછેરએ શોષણની નહિ પણ પોષણની પ્રવૃત્તિ છે, પરોપજીવનના નહિ પણ સહજીવનના સિદ્ધાંત પર આધારિત છે. મતલબ કે માત્ર માનવ માટે નહિ પણ માનવ અને મધમાખી બંને માટે લાભદાયી છે. વાસ્તવમાં મધમાખીઉછેરએ કિશાન, કૃષિ અને પ્રકૃતિ બધા માટે હિતકારી છે.

માત્ર શોખથી કુદરતના સાનિધ્યમાં કરવામાં આવેલી નાની શરૂઆતે સમય જતા વ્યવસાયનું સ્વરૂપ લીધું. આજે ઇન્ડીજીનશ હની પાસે પોતાની ૧૦૦૦ કરતા પણ વધુ મધમાખીની વસાહતો છે. અમારું અને અમારી મધમાખીઓનું કાર્યક્ષેત્ર ગીર સોમનાથ જીલ્લાનો ગ્રામ્ય વિસ્તાર છે.

ડો. ધર્મેશ વાઢેર એક મધમાખી પાલક તરીકે તેમના વેરાવળ, ગીર-સોમનાથ, ગુજરાત, ભારતના મધમાખી ના ખેતરમાં

મધમાખીની એક વસાહતમાં એક રાણી મધમાખી, 200-300 નર મધમાખી અને 20,000 થી 80,000 સુધી કામદાર મધમાખી હોય છે. મધમાખીઓના આ પરિવારને વૈજ્ઞાનિક ઢબે બનેલી લાકડાની પેટીમાં ઉછેરવામાં આવે છે. આ પેટીઓને બારેમાસ ફૂલોથી ભરપુર હોય એવા વિસ્તારોમાં રાખવામાં આવે છે. બારેમાસ ફૂલો મળવાથી મધમાખીઓ તેની જરૂરીયાત કરતા વધુ મધ બનાવે છે. આ વધારાનું મધ આધુનિક ટેક્નોલોજીયુંક્ત મશીન વડે કાઢી લેવામાં આવે છે. મધ કાઢવાની આ પ્રક્રિયા દરમિયાન એકપણ માખી, ઈંડા કે બચ્ચાને જરા પણ નુકસાન પહોચતું નથી. આ મધ પર કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરવામાં આવતી નથી અને તેમાં કોઈ પણ બાહ્ય પદાર્થ (પ્રિઝર્વેટીવ,ખાંડ વગેરે) ઉમેરવામાં આવતો નથી. માત્ર સુતારવ કાપડ વડે ગાળીને આપના સુધી પહોચાડવામાં આવે છે.

ઇન્ડીજીનસ હની આપને ૧૦૦ % શુદ્ધ, સાત્વિક અને કુદરતી મધ આપવાની ખાત્રી આપે છે.