મધ વિશેની કેટલીક ખોટી માન્યતાઓ

જામેલું મધ એટલે ભેળસેળવાળું મધ. !!!!! પરંતુ આ માન્યતા સંપૂર્ણપણે ખોટી છે.

મધનું જામવું એક કુદરતી પ્રક્રિયા છે. શુદ્ધ મધ પણ જામ(સ્ફટિકીકૃત) થઈ શકે છે. મધનું જામવું તેના સ્ત્રોત પર આધાર રાખે છે. મતલબ કે ક્યાં ફૂલના રસ માંથી મધમાખીઓ એ મધ બનાવ્યું છે? મધમાં કુદરતી રીતે ગ્લુકોઝ અને ફૂર્ક્ટોઝ જેવી શર્કરા હોય છે. મધનો જામવાનો ગુણ તેમાં રહેલા ગ્લુકોઝની માત્રા પર આધાર રાખે છે. જે ફૂલના રસમાં કુદરતી રીતે ગ્લુકોઝની માત્રા વધારે હશે, તે ફૂલના રસ માંથી જો મધમાખી મધ બનાવશે, તો મધનો જામવાનો ગુણ વધારે રહશે.

તેલીબીયા વાળી વનસ્પતિના ફૂલના રસ માં ગ્લુકોઝનું પ્રમાણ વધારે હોય છે. આવી વનસ્પતિના ફૂલના રસ માંથી બનેલું મધ જામવાની શકયતા વધુ હોય છે. મધમાખીના બોક્સ જો રાય, સૂર્યમુખી, તલ અથવા સોયાબીન જેવા પાકના ખેતરમાં રાખવામાં આવે તો તેમાંથી મળતું મધ જામેલું હોય છે. તેને જામ હની અથવા ક્રીમ હની તરીકે નિકાસ કરવામાં આવે છે, જે સંપૂર્ણપણે જામેલું હોય છે.

મોટાભાગના લોકોમાં જામેલા મધ વિશે ગેરસમજ હોય ​​છે. આ કારણોસર ભારત કાચા મધ કરતા પ્રક્રિયા કરેલા મધ અથવા ગરમ કરેલા મધનું વધુ વેચાણ થાય છે. જે સામાન્ય રીતે જામતું નથી. મધ ને એકવાર ગરમ કરવાથી તેનો જામવાનો ગુણનો નાશ થાય છે, પણ સાથે સાથે મધના ઔષધીય ગુણધર્મો પણ નાશ પામે છે. વાસ્તવિકતા એવી છે કે માત્ર ૪૫ ° C તાપમાન કરતા વધારે તાપમાને મહત્વના પોષક તત્વ નાશ પામે છે. આ ઔષધીય તત્વ શરીરને આરોગ્ય પ્રદાન કરે છે અને રોગો સામે લડવા માટે શક્તિ આપે છે. એટલે જ મધને ગરમીથી દૂર રાખવું જોઈએ. મોટાભાગની કપનીઓ મધને પ્રોસેસ અથવા ગરમ કરીને ઠંડુ પડવાની પ્રક્રિયા કરીને વેચે છે, આવા મધની ગુણવતા ખાંડની ચાસણી બરાબર હોય છે. એટલે જ મોટા ભાગના આયુર્વેદ ડોકટરો "કાચા મધ" નો ઉપયોગ કરવાની ભલામણ કરે છે.

શુદ્ધ મધનું જામવું એક કુદરતી પ્રક્રિયા છે. હકીકતમાં, મધના ઔષધીય ગુણધર્મો સ્ફટિકીકૃત(ધન) સ્વરૂપે પ્રવાહી સ્વરૂપ કરતાં વધુ સુરક્ષિત રહે છે. તેથી જ જામેલા મધનો તેજ સ્થિતિ ઉપયોગ કરવો.

મધ વિશેની ખોટી માન્યતાઓ

મધના રંગ, સુગંધ અને સ્વાદમાં એક સરખા જ હોય છે !!!!

દરેક મધના રંગ, સુગંધ અને સ્વાદમાં ભિન્નતા જોવા મળે છે. આ ભિન્નતા મધમાખી ક્યા ફુલોમાંથી રસ એકત્રિત કરે છે તેના પર આધાર રાખે છે. સ્વાદમાં અતિશય કાડવા થી માંડીને અતિશય ગળ્યું એમ ઘણા સ્વાદ મળી આવે છે. રંગમાં જોઈએ તો એકદમ પાણી જેવું પારદર્શક થી માંડી અતિશય કાળા રંગનું મધ પણ જોવા મળે છે. અમેરિકન નેશનલ હની બોર્ડ ની પ્રોયોગશાળામાં ૨૫૦ પ્રકારના જુદા જુદા મધનો સંગ્રહ છે. જે બધા રંગ, સુગંધ અને સ્વાદની દ્રષ્ટિએ અલગ છે.

મધ ખરાબ થઇ જાય છે !!!!!

શુદ્ધ મધ હજારો વર્ષો સુધી બગડતું નથી. આયુર્વેદશાસ્ત્રો પ્રમાણે મધ, દારૂ અને ઘી જેટલું જુનું એટલું સારું અને વધુ અસરકારક હોય છે. જુના મધ અને જુના ઘી નો ઘણા જટિલ રોગોની ચિકિત્સામાં ઉપયોગ કરવામાં આવે છે. ઈજીપ્તના પીરમીડોમાં ૩૪૦૦ વર્ષ જુના શાહી કુંભો મળી આવ્યા છે. જેમાં રહેલું મધ કાળું તો પડ્યું પણ બગડ્યું ન હતું. મિસરના રાજા- રાણી મૃતદેહ સાચવી રાખવા આવતા હતા. પાંચ હજાર વર્ષ થી પણ જુના આવા મૃતદેહ મિસરના પીરામીડ માંથી શોધી કાઢવામાં આવ્યા ત્યારે સંશોધકોએ જણાવ્યું કે અટલા લાંબા સમય સુધી આ મૂર્તદેહ સાચવી રાખવા જે મસાલાનો ઉપયોગ થયો છે તે મસાલા માં સવિશેષ તો મધ સામેલ છે.

મધની શુદ્ધતા માટેની ખાતરી માટે દેશી નુશખા !!!!

મધની શુદ્ધતાની ખાતરી કરવા માટે લોકો રેશમી કપડા પરથી સરકાવવું, મધનો દીવો કરવો, મધને પાણીમાં નાખવું, વગેરે નુશ્ખાઓ કરે છે પરંતુ મધની શુધ્તતાની ખાતરી લેબોરેટરી રીપોર્ટ સિવાય કોઈ યોગ્ય ચોક્કસ ઉપાય નથી.