“જો મધમાખીઓ પૃથ્વી પરથી નાશ પામેશે, તો માત્ર ચાર વર્ષોમાં, બધા જીવંત પ્રાણીઓનો અંત આવશે.”- આલ્બર્ટ આઇન્સ્ટાઇન

મહાન વૈજ્ઞાનિકનું આવું નિવેદન થોડું હાસ્યાસ્પદ અને પ્રશ્નાર્થ ભર્યું લાગે છે, પરંતુ આજે આ નિવેદનની અસરને ધીમે ધીમે જોવા મળે છે.

બીજા વિશ્વયુદ્ધ પછી કૃષિક્ષેત્રે રાસાયણિક ખાતરો, જતુંનાશકો અને શંકર જાતોના બિયારણ(GM સીડ્સ)નો ઉપયોગ વધવા લાગ્યો. પ્રારંભના તબ્બકે આ વસ્તુઓ સહેજ ફાયદાકારક સાબિત થય. પરંતુ ધીમે ધીમે પરિસ્થિતિ ગંભીર થવા લાગી વધુ પડતા રસાયણિક ખાતરના ઉપયોગ ને લીધે ઉપજાવ અને ગુણવત્તા યુક્ત જમીનો ઉજ્જડ થવા લાગી, જતુંનાશકોના વધારે પડતા ઉપયોગથી મધમાખી જેવા ઉપયોગી કિટોકોનો પણ નાશ થયો. હજારો વર્ષીથી ચાલી આવતી આહાર શ્રુંખલા નાશ પામી.

બહુરાષ્ટ્રીય કંપનીઓની વાતોમાં આવીને રાસાયણિક ખાતરો અને જતુંનાશકોની પાછળ અરબો રુપિયા ખર્ચા પછી પણ વિશ્વભરમાં કૃષિ ઉત્પાદન ઘટી રહ્યું છે. તેમની આડઅસરો માત્ર પર્યાવરણ સુધી મર્યાદિત નથી; તેની આડઅસરો માનવ સ્વાસ્થ્ય પર પણ થવા લાગી છે. ડાયાબિટીસ, કેન્સર જેવા ગંભીર રોગો થવાનું મૂળભૂત કારણ આપણા ખોરાકમાં થયેલો ફેરફાર છે.

નાની દેખાતી મધમાખી આપણી આહાર શ્રુંખલામાં ઉચ્ચ સ્થાન ધરાવે છે. ખોરાકની શોધમાં મધમાખી એક ફૂલ ઉપરથી બીજા ફૂલપર જાય છે. આ દરમિયાન અનાયાશે પરાગરજનું પણ એક ફૂલ ઉપરથી બીજા ફૂલ ઉપર સ્થાનાંતરણ(પરાગનયન) થઇ જાય છે. જેના લીધે ફૂલો ઉપર ફળનું ઉત્પાદન થાય છે. ૮૦% થી વધુ છોડમાં ફૂલ માંથી ફળનું નિર્માણ મધમાખીઓ કરતી હોય છે. જંતુનાશકોના ઉપયોગથી આપણે મધમાખી જેવા ઉપયોગી કીટકોનો નાશ કરી નાખ્યો. જેના લીધે તંદુરસ્ત અને લીલાછમ છોડ હોવા છતાં પણ ફળો અથવા બીજનું યોગ્ય રીતે ઉત્પાદન થતું નથી.

જો મધમાખીઓ જેવા પરગવાહકોનો નાશ થશે તો, બીજ અથવા ફળોનું ઉત્પાદન નહિ થાય જેના કારણે આહાર શ્રુંખલા તૂટી પડશે. જંતુનાશક દવાનો ઉપયોગ કરી આપણે આપણા જ પગ પર કુહાડો મારવાનું કામ કરીએ છીએ.

ભારતને બાદ કરતા લગભઘ બધાજ દેશોમાં જંતુનાશકોના ઉપયોગ ઉપર સરકાર દ્વારા નિયંત્રણ હોય છે. આપણા દેશમાં જંતુનાશકોના ઉપયોગ પર સરકારનો અંકુશ જરા પણ નથી, તેથી પાકમાં ઈચ્છા પ્રમાણે આ ઝેરી જંતુનાશકો વપરાય છે. વિકસિત રાષ્ટ્રોમાં આ બાબતે ઘણા મોટા આંદોલનો થયા છે અને સરકારે લોકોની વાત સાંભળવી પડી છે.

વિશ્વભરમાં જે જંતુનાશક દવાના ઉપયોગ પર વર્ષોથી બેન્ડ લગાવેલો છે. તેના માટે ભારત સરકાર દ્વારા લાયસન્સ અપાયેલા છે કેમકે અહી કોઈ બોલવું નથી. સરકારને વર્ષે કરોડો રુપિયાનો ટેક્ષ ચુકવનાર કંપનીનો વિરોધ સરકાર શા માટે કરે? વિરોધની પહેલ આપણે જ કરવી પડશે.