રાણી મધમાખી

રાણી મધમાખીની કેટલીક આશ્ચર્ય ઉત્પ્પન કરે તેવી વિશેષતા અહી દર્શાવામાં આવી છે.

કામદાર મધમાખીઓથી ઘેરાયેલી રાણી મધમાખી

મધપુડામાં હજારો મધમાખી હોય છે પરંતુ રાણી મધમાખી માત્ર એક જ હોય છે.

રાણી મધમાખી અને કામદાર મધમાખીનો જન્મ એક જ પ્રકારના ઈંડા માંથી થાય છે, પરંતુ રાણી મધમાખી અને કામદાર મધમાખીની સરખામણીમાં ખુબ જ મોટી હોય છે. દેખાવમાં જોવા મળતો આ તફાવત તેમના વિકાસ દરમિયાન તેમને આપવામાં આવેલી રોયલ જેલીની માત્રા પર આધારિત હોય છે.

રાણી મધમાખી મધ અને પરાગરજનો ખોરાક તરીકે ઉપયોગ નથી કરતી, તેના માટે રોયલ જેલી તરીકે ઓળખાતા વિશેષ આહારની વ્યવસ્થા હોય છે. રોયલ જેલી કામદાર મધમાખીની brain gland માંથી નીકળતો એક સ્ત્રાવ છે જે પ્રોટીન ભરપુર હોય છે.

રાણી મધમાખી ઇંડા માથી બહાર આવ્યાના ચાર દિવસ પછી પ્રથમ વાર બહાર હવામાં ઉડે ત્યારે pheromone તરીકે ઓળખાતી તીવ્ર ગંધ પુરુષ મધમાખીઓને તેની પાછળ આકર્ષિત કરે છે. હવામાં ઉડયન કરતી વખતે પુરુષ મધમાખી સાથે સમાગમ કરે છે. સમાગમ પછી પુરુષ મધમાખી મૃત્યુ પામે છે. એક જ દિવસમાં આવી રીતે ધણી બધી પુરુષ મધમાખી સાથે સમાગમ કરે છે, જ્યાં સુધી તેના ગર્ભાશય સંપૂર્ણ રીતે વીર્યથી ભરાય ન જાય. આખા જીવન દરમ્યાન પછી રાણીમધમાખીને ક્યારેય પણ મૈથુન કરવાની જરૂર રહતી નથી. જીવનભર આ વીર્યનો ઉપયોગ કરી રાણી તેની જરૂરિયાત મુજબ ઇંડા મૂકે છે.

રાણીમધમાખી અનુકુળ અને પ્રતિકૂળ વાતાવરણ મુજબ,ઓછા અથવા વધુ ઈંડા આપી શકે છે. રાણી પુરુષ ઇંડા આપવા કે સ્ત્રી ઇંડા આપવા તે સમય અને જરૂરિયાત પ્રમાણે નક્કી કરે છે.

રાણી મધમાખીનું આયુષ્ય 3 વર્ષનું હોય છે અને કામદાર મધમાખીનું આયુષ્ય ફક્ત 3 મહિના જ હોય છે. આનું કારણ પણ તેને મળતો ખાસ ખોરાક છે.

રાણી પોતાના સમગ્ર જીવનમાં માત્ર એક જ વાર સમાગમ કરે છે અને તે પછી સમગ્ર જીવન દરમિયાન ઇંડા મૂકે છે.

રાણી મધમાખી જ ફલિત ઈંડા આપી શકે છે કામદાર મધમાખી નહી.

એક સામાન્ય મધપુડામાં 200 થી 300 નર મધમાખી હોય છે, હજારોની સંખ્યામાં કામદાર મધમાખી (અલ્પવિકસિત માદા) કે જે ક્યારેય સમાગમ કરી શકતી નથી અને સંપૂર્ણ વિકસિત માદા એટલેકે રાણી મધમાખી હોય છે.

રાણી મધમાખી ફૂલોની ઋતુમાં 1500 થી 2000 ઇંડા આપી શકે છે. તેને ખવડાવા પીવડાવા નું કામ (નર્સિંગનું કામ )કામદાર મધમાખીઓ કરે છે. રાણી મધમાખી તેનું સમગ્ર જીવન “રાણી” ની જેમ વિતાવે છે, પરંતુ જ્યારે રાણી ઇંડા આપવા માટે અસક્ષમ થઇ જાય છે ત્યારે તેના જ બાળકો એટલેકે કામદાર મધમાખીઓ તેને મારી નાખે છે અને નવી રાણી બનાવે છે.