મધમાખીઓનું મધ લઇ લેવું કેટલા અંશે યોગ્ય છે

મધમાખીઓનું જીવન સપૂર્ણરીતે ફૂલો પર આધારિત છે. તેના આહારનો એકમાત્ર સ્ત્રોત ફૂલ છે. વર્ષ દરમિયાન વસંત અને વર્ષા જેવી ઋતુઓમાં કે જયારે ફૂલો અત્યાધિક માત્રામાં ખીલેલા હોય છે ત્યારે મધમાખીઓ એ ફૂલો માંથી રસ એકત્રિત કરી મધનું નિર્માણ કરે છે. જયારે ફૂલોના અભાવ હોય એવા સમયે આ મધનો ખોરાક તરીક ઉપયોગ કરી જીવન નિર્વાહ કરે છે. આ વાંચતા ની સાથે જ મનમાં બીજો પ્ર્શ્ન ઉભો થાય કે તો શું મધ લઈ લેવું યોગ્ય છે?

મધમાખી ઉછેર માં માખીઓ ને બારેમાસ ફૂલો મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે. સતત ફૂલો મળતા રહેવાથી મધમાખીઓ જરૂરિયાત કરતા વધુ મધ બનાવે છે. આ વધારાનું મધ આધુનિક મશીન ની મદદથી મધમાખીઓને લેશ માત્ર પણ હાની પહોચાડ્યા વગર કાઢી લેવામાં આવે છે. આમ મધમાખીઓ ના શોષણથી નહિ પરંતુ પોષણ થી મેળવાતું ઈન્ડીજીનશ હની ૧૦૦ % શુદ્ધતા સાથે ૧૦૦ % સાત્વિકતા પણ ધરાવે છે.