"આપણા પૂર્વજોનું સુપર ફૂડ" - ઈતિહાસમાં મધનુ મહત્વ

મધમધમાખીઓ દ્વારા ફૂલોના રસ માંથી બનાવવામો આવતો મીઠો પદાર્થ છે. પુર્થ્વી પર મનુષ્યોના ઇતિહાસ કરતા મધમાખીઓ નો ઇતિહાસ ઘણો પ્રાચીન છે. અવશેષોના અભ્યાસ પરથી વૈજ્ઞાનિકો જણાવે છે કે પુર્થ્વી પર મધમાખી મનુષ્ય કરતા લાખો વર્ષ પૂર્વે અસ્તિત્વમાં આવી છે.

મધ્ય ભારતની પંચમઢીની આસપાસ આવેલી મહાદેવ હિલ્સની ગુફાઓ અને સ્પેન ના વેલેન્સિયા ની ગુફાઓમાં આવેલા ભીતચિત્રો પ્રાચીન સમય માં મધની ઉપયોગીતા અને મનુષ્યની મધ પ્રત્યે ની પ્રિતીનો ખ્યાલ આપે છે.

એરીસ્ટોટલ, કેટો, વેહો, કોલંબેલા, પેલેક્યુંઅસ વગેરે વિદ્વાનો એ મધ અને મધમાખી સંબધી પુસ્તકો લખ્યાં છે. પરમાણુંવાદ ના પ્રતીસ્થાપક અને ગ્રીસના મહાન દાર્શનીક ડીમોકિટસ મુજબ મધમાં ખુબજ રોગનાશક શક્તિ હોય છે.

હિપોક્રેટીસ (ઈ.સ પૂર્વે ૪૬૦) અને ગેલને (ઈ.સ પૂર્વે ૨૦૩-૧૩૦) પણ મધને સર્વરોગનાશક ઔષધ તરીકે માન્યું છે. વર્તમાન સમયમાં આધુનિક પ્રયોગો અને વૈજ્ઞનિક અધ્યયનોએ પણ મધની રોગનાશક શક્તિ અને આયુષ્ય-વર્ધન શક્તિ ને સિદ્ધ કરી છે. પ્રાગવૈદિકકાલીન મિશ્ર, મેસોપોટેમીયા, અસેરીયા વગેરે સંસ્કૃતિઓમાં મધનો આહાર અને ઔષધ તરીકે મોટાપાયામાં ઉપયોગ થતો હતો.

ઈજીપ્તના લોકો મમીઓ સાથે અંતિમ યાત્રામાં મધને પણ રાખતા હતા. ઈજીપ્તના પીરામીડોની શાહી કબરોમાં ૩૪૦૦ વર્ષ જુના મધના કુંભો મળી આવ્યા , તેમાં રહેલું મધ કાળું તો પડ્યું પણ ગુણોની અભીવૃદ્ધિ થયેલી હતી. રોમન સંસ્કૃતિના રમતવીરો પણ તુરંત જ શક્તિ સંપાદન થાય તે માટે મધનો ઉપયોગ કરતા હતા.

આયુર્વેદિક ગ્રંથોમાં પણ મધ જેટલું જુનું તેટલું સારુ માનવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિમાં પણ પાંચ અમૃતો (પંચામૂર્ત) માં મધને સ્થાન આપવામાં આવ્યું છે. વસંત ઋતુમાં ફૂલોનું પ્રમાણ વધારે હોવાથી તે ઋતુ દરમિયાન મધમાખીઓ વધારે પ્રમાણમાં મધનું ઉત્પાદન કરે છે અને તેથી જ વસંત ઋતુને મધુમાસ તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં તો બાળક જન્મે એટલે તરત જ ગળથૂથી તરીકે મધ ચટાડવામાં આવે છે. ખોરાક તરીકે પણ મધને સંપૂર્ણ શક્તિદાયક આહાર ગણ્યો છે. આયુર્વેદમાં પણ મધની ઉપયોગીતાનો ઊંડો અભ્યાસ છે. વિશ્વના સૌથી પ્રાચીન ગ્રંથ અને હિંદુ ધર્મના આધાર એવા ઋદવેદમાં મધની મહ્તાનું વર્ણન છે.

ઇસ્લામ ધર્મગ્રંથ કુરાને પાક માં મધની અગત્યતાનું વર્ણન કરવામાં આવ્યું છે. કુરાને શરીફમાં સુરેહ-૧૬ માં મધને સર્વ રોગનાશક બતાવ્યું છે. સુર-એ-નહલમાં અલ્લાહ તઆલા ફરમાવે છે કે “ તમારા રબે મધમાખીઓમાં આ વાત ઉતારી કે પહાડો, વ્રુક્ષો અને મકાનો જેવી જગ્યાઓમાં પોતાનું ઘર બનાવે, દરેક પ્રકારના ફૂલો માંથી પોતાની રોજી મેળવે અને રબે નિશ્ચિત કરેલા રસ્તે ચાલે, (તમે જુવો છો) એમના પેટમાંથી વિવિધ રંગોવાળું પીણું નીકળે છે. જેમાં લોકો માટે શિફા(તંદુરસ્તી) રહેલી છે. ચિંતન-મનન કરનારાઓ માટે એમાં અલ્લાહ તઆલાની નિશાની છે”

કુરાને પાકમાં અન્ય એક જગ્યા ફરમાવ્યું કે “ફીહી શિફાઉલ લીન્નસ” અર્થ “લોકો માટે એ એટલે કે “મધ” તંદુરસ્તી જાળવી રાખનાર છે.” સરકારે દોઆલમ સલ્લલ્લાહો અલયહે વસલ્લમ મીઠી વસ્તુ ને મધ બહુ પસંદ ફરમાવતા (હવાલો : બુખારી શરીફ) સરકારે દોઆલમ સલ્લલ્લાહો અલયહે વસલ્લમેં ફરમાવ્યું કે તમારા માટે તંદુરસ્તી જાળવવાની બે રીત છે.(1) કુરાને શરીફનું પઠન અને (2) મધનું સેવન. (હવાલો: ઈબ્ને મઝા) સારાંશ એ છે કે વસલમે ફરમાવ્યું કે તમારી હલાલ કમાણી માંથી મધ ખરીદવું ત્યારબાદ તે મધમાં વરસાદનું ઝીલેલું પાણી ઉમેરી હાલાવી પીવું. મધ દવા પણ છે માટે કોઈ પણ નુસખામાં કશા સંકોચ વગર ઉમેરી શકાય. લાંબા આયુષ્ય ભોગવવાની ઇચ્છા રાખનાર માટે મધ જાણે જીવનામૃત છે કે આબે હયાત છે. મધ તંદુરસ્તીને ઈમાન સાથે સાંકળે છે. આ પીણું દરેક બીમારીમાં લાભદાયક અને આરોગ્યપ્રદ છે. જે વ્યકતિ પ્રતિદિન સવારના થોડુ મધ પીવે તેને કશી મોટી બીમારી લાગુ પડશે નહીં. (હવાલો : ઈબ્ને મઝા)

યુનાની સભ્યતામાં મધ ને મૂલ્યવાન આહાર અને ભગવાનની ભેટ માનવામાં આવ્યું છે.

બોદ્ધ ધર્મમાં મધુપૂર્ણિમા મધનું મહત્વ દર્શાવે છે. સંસારના લગભગ બધા જ ધર્મમાં મધની પ્રસંશા કરવામાં આવી છે.