આયુર્વેદમાં મધ નું વર્ણન

ભારતમાં લગભગ છેલ્લા ૪૦૦૦ વર્ષોથી મધનો ઉપયોગ આયુર્વેદિક ચિકિત્સામાં થાય છે.મધનો ઉપયોગ આંખોની દ્રષ્ટી સુધારવામાં, વજન ઘટાડવામાં, નપુંસકતા અને શીઘ્રપતનના સુધારમાં, મુત્ર માર્ગના વિકારમાં, દમ, ઝાડા અને ઉલટી ના ઉપચારમાં થાય છે.

મધ નાનામાં નાની કોશિકાઓ સુધી પહોચી શકે છે તેથી જ મધને 'યોગવાહી' કહેવામાં આવે છે. મધનો ઉપયોગ જયારે અન્ય હર્બલ મિશ્રણ સાથે કરવામાં આવે છે ત્યારે હર્બલ મિશ્રણ ના ઔષધીય ગુણો માં વધારો થાય છે અને આ મિશ્રણને શરીરના દરેક કોષો સુધી પહોચવામાં મદદ મળે છે. ભાવપ્રકાશ સંહિતામાં માંધુવર્ગ માં મધના આ મુજબના ગુણોનું વર્ણન જોવા મળે છે.

સંસ્કૃત શ્લોકા જે મધના મહત્વનું પ્રતિનિધિત્વ કરે છે

અનુવાદ : મધ શીતળ, લઘુ, સ્વાદિષ્ટ, રુક્ષ, ગ્રાહી, કફને ખોતરીને કાઢનાર, આંખ માટે હિતકારક, ભૂખ વધારનાર, સ્વરને ઉત્તમ બનાવનાર, ઘા માં રૂઝ લાવનાર, ત્વચાને કોમળ બનાવનાર, નાનામાં નાની કેશીકોમાં પહોચનાર, શરૂઆતમાં મધુર રસવાળું અને અંતે કષાય (તુરા) રસવાળું, આનંદ આપનાર, વર્ણને ઉતમ બનવાનાર, મેઘા શક્તિ (બુદ્ધિ) ને ઉત્પન કરનાર, કામ શક્તિ વર્ધક, રોચક, યોગવાહી, થોડું વાતકારક, તેમજ કુષ્ઠ, અશ્ર, ઉધરશ, પિત, રક્તવિકાર, કફ, પ્રમેહ, કલ્મ, ચરબી, તરસ, દમ. શ્વાસ, હેડકી, ઝાડા, કબજિયાત, દાહ, ક્ષત અને ક્ષય(ટીબી) નો નાશ કરનાર છે.

મહર્ષિ વાગ્ભટ્ટ રચિત અષ્ટાંગ હૃદયમાં સુત્ર સ્થાન ૫ “द्रव्यद्रविग्यनीय” ના શ્લોક ૫૧ અને ૫૨માં મધનું વર્ણન જોવા મળે છે.

સંસ્કૃત શ્લોકા જે મધના ફાયદાનું પ્રતિનિધિત્વ કરે છે

અનુવાદ : મધ આંખ માટે હિતકારી, છેદન ગુણવાળું, તૃષા દુર કરનાર, કફ નાશક, વિષ નાશક, હેડકી બંધ કરનાર, રક્તપિત નાશક, પ્રમેહ, કુષ્ઠ, ઉલટી, શ્વાસ, ઉધરસ અને અતિસારનો નાશ કરનાર છે. મધ ઘાને સાફ કરનાર, તૂટેલાને જોડનાર, ઘામાં રૂઝ લાવનાર, રુક્ષ, કષાય અને મધુર છે. મધુ શર્કરાના ગુણો પણ મધ જેવા જ છે.

આયુર્વેદના આધ્યગ્રંથ સુશ્રુતસંહિતામાં મધનું વર્ણન સુત્રસ્થાન ૪૬ द्रव्यविधीधर्याय ના શ્લોક ૧૩૨ માં જોવા મળે છે. તેમાં મધના આ મુજબના ગુણોનું વર્ણન જોવા મળે છે.

સંસ્કૃત શ્લોકા જે મધના ઉપયોગનું પ્રતિનિધિત્વ કરે છે