ઈન્ડીજીનશ હની અને પરમ્પરાગત રીતે મળેલા મધમાં શું તફાવત છે?

આઘુનિક મશીન દ્વારા મધનું નીષ્ક્ર્સન

મધ સાથે માનવનો ખુબ જુનો સંબંધ છે. પુરાતનકાલમાં માનવ દ્વારા આરોગવામાં આવેલી પહેલી મીઠાઈ પણ મધ હતી...! હજારો વર્ષોથી માનવ મધ મેળવવા માટે ખુબજ ઘાતકી રીતનો ઉપયોગ કરી રહ્યો છે. મધમાખીના પૂળામાંથી મધ મેળવવા માટે તેની નીચે ખુબ ધુમાડો કરી પૂળાને નીચોવીને મધ મેળવવામાં આવે છે. આ દરમિયાન બહુ મોટી સંખ્યામાં મધમાખીઓ, ઈંડા, બચ્ચા, લાર્વા મરી જાય છે. પૂળાને નીચીવી મધ લેવાની પ્રક્રિયા દરમિયાન ઈંડા, બચ્ચા બધું નીચોવાય જતા હોવાથી મધ જૈવિક અશુદ્ધિઓ પણ ભળી જાય છે અને આવા મધને લાંબા સમય સુધી સાચવી શકાતું નથી. મધ મેળવવાની આ નિર્દયી રીતને લીધે મધમાખીઓની ઘણી જાતિઓ પૃથ્વી પરથી નામશેષ થઇ ગઈ છે.

પૌષ્ટિક અને ગુણોથી ભરપુર એવા મધનો ભારતીય લોકો બહુ ઓછો ઉપયોગ કરતા આવ્યા છે. ભારતીય લોકોના રોજીંદા આહારમાં મધનું સ્થાન નથી, માત્ર ઔષધ તરીકે તેનો ઉપયોગ થાય છે. આની પાછળ પણ ધાર્મિકતા રહેલી છે, મધ કાઢવાની આ હિંસક રીત ને લીધે ખુબ મોટી સંખ્યામાં મધમાખીઓ મરતી હોવાથી ભારતીય લોકો મધનો ઉપયોગ બહુ ઓછો કરે છે.

પણ મધમાખી ઉછેરકેન્દ્રમાં મધ મેળવવા માટે સેન્ટ્રીફ્યુઝ મશીનનો ઉપયોગ થાય છે જેમાં એક પણ મધમાખી કે તેના ઈંડા અને બચ્ચાને નુકશાન પહોચાડ્યા વગર શુદ્ધ અને સાત્વિક મધ મેળવી શકાય છે. આ ઉપરાંત મધમાખીઓને બારેમાસ ફૂલો મળી રહે તેવી વ્યવસ્થા હોવાને લીધે માખીઓ દ્વારા બનાવતું વધારાનું મધ જ લેવામાં આવે છે. આથી અમારી વિનંતી છે કે લોકો મધમાખી ઉછેરથી મેળવેલા શુદ્ધ, સાત્વિક અને અહિંસક મધને પ્રાધન્ય આપે જેથી મધમાખી ઉછેરકેન્દ્રોને પ્રોત્સાહન મળે અને નિર્દોષ જીવોની હત્યાની પરમ્પરા પર પૂર્ણવિરામ લાગે.