આયુર્વેદની દ્રષ્ટિએ મધના ફાયદા

આયુર્વેદની દ્રષ્ટિએ મધના ફાયદા

આયુર્વેદના મુખ્ય ગ્રંથ સુશ્રુતસંહિતામાં મધના ફાયદાનું વર્ણન જોવા મળે છે.

સુશ્રુતસંહિતામાં મધનું વર્ણન સુત્રસ્થાન ૪૬ द्रव्यविधीधर्याय ના શ્લોક ૧૩૨ માં જોવા મળે છે. તેમાં મધના આ મુજબના ગુણોનું વર્ણન જોવા મળે છે.

"अग्निदिपन":

મોટા ભાગના રોગો થવાનું કારણ નબળી પાચનશક્તિ હોય છે. મધ નો ઉપયોગ જઠરાગ્નીને તેજ કરે છે.

"वणर्य, सुकुमार, प्रसादन ":

મધનો આંતરિક તેમજ બાહ્ય બન્ને રીતે ઉપયોગ કરી શકાય છે. મધ નો ત્વચા પર પાતળો લેપ કરવાથી ત્વચામાં કોમળતા અને નીખાર આવે છે. આધુનિક સંસોધનો મુજબ પણ સુંદરતા વધારવા માટે મધ અક્સિર છે. જો તેને નિયમિત રીતે ચહેરા પર લગાવવામાં આવે તો ત્વચા ચમકદાર અને કોમળ રહે છે. સનબર્ન થયું હોય તો પણ મધનો ઉપયોગ કરી શકાય છે. મધમાં એવા ગુણો છે ત્વચાને સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોથી બચાવે છે અને તાજગી બક્ષે છે. મધ ત્વચા માંથી પાણીનું પ્રમાણ ઘટવા દેતું નથી અને તેથી તેની ચમક ઓછી થતી નથી. જો સ્કીન ઓઈલી હોય તો મધ અને દૂધ મિક્ષ કરી નિયમિત ચહેરા પર લગાવવા થી ફાયદો થાય છે. મોટાભાગની કોસ્મેટીક કંપનીઓ મધનો ઉપયોગ તેમની પ્રોડક્ટ્સમાં કરે છે. મધ એક પ્રાકૃતિક એન્ટી ઓક્સીડન્ટ છે, તેના કારણે ચહેરાના નાના મોટા ઇન્ફેક્સન સામે લડી શકાય છે. પીમ્પલ્સ થી બચવા માટે પણ મધનો ઉપયોગ કરી શકાય છે.

"स्वर्य":

મધનો નિયમિત ઉપયોગ કરવાથી અવાજની ગુણવતામાં સુધારો થાય છે

"वाजीकरण ":

મધનો ઉપયોગ કરવાથી વીર્યની માત્ર વધે છે અને વીર્યની ગુણવતામાં સુધારો થાય છે. યુનાની હકીમો હજારો વર્ષોથી કામશક્તિ વર્ધક દ્રવ્ય તરીકે મધનો ઉપયોગ કરતા આવ્યા છે. યુનાની હકીમોએ લખ્યું છે કે મધના નિયમિત સેવનથી પુરુષના શુક્રાણુંમાં બળ આવે છે અને નિયમિત રીતે ૨ ચમચી મધનું સેવન કરવાથી નપુંસક વ્યક્તિ પણ શારીરિક સમાગમની ઈચ્છા કરતા થઇ જાય છે.

"लेखन":

મધમાં લેખન ગુણ રહેલો હોવાથી તે શરીરમાં જામેલી વધારાની ચરબી અને કફને ખોતરીને દુર કરે છે. જેથી મેદસ્વીતા દુર થાય છે અને શરીર સુડોળ બને છે. મેદસ્વીતાની ચિકિત્સામાં પણ મધનો વિશેષ ઉલ્લેખ કરાયેલો છે. આધુનિક સમયમાં પણ મધ ચરબી ઉતારવા માટે ખુબ મોટા પાયે ઉપયોગમાં લેવાય છે. મધ કોઈ પણ પ્રકારની આડઅસર કાર્ય વગર શરીરની વધારાની ચરબી દુર કરે છે. મધ એ દમ, શરદી અને કફ જેવા રોગો માટે અક્સિર ઈલાજ છે. કફની તકલીફ ખાસકરીને વૃદ્ધ વ્યક્તિઓને વધારે હોય છે. ચીકણા કફને મધ ખોતરીને શરીરની બહાર કાઢે છે અને ઉધરસમાં રાહત પહોચાડે છે.

"हदय":

મધનો નિયમિત ઉપયોગ કરવાથી હદયનું સ્વાસ્થ્ય જળવાય છે અને હદયના સ્નાયુઓની કાર્યક્ષમતામાં વધારો થાય છે. પ્રખ્યાત ડેનીશ મેડીકલ જર્નલમાં ડો. એન્ડ્રોવ અને ડો. એરિક વોગ્લમેને એક પ્રયોગ રજુ કર્યો હતો જે આ મુજબ છે. ઠંડા કરેલા ચાના પાણીમાં ૨ ચમચી મધ અને ૩ ચમચી તાજનો ભૂકો નાખીને દર્દીને પીવડાવ્યું. નિયમિત આ પ્રકારે બનાવેલી ચા પીવાથી વધેલું કોલેસ્ટેરોલ અને ચરબીનું પ્રમાણ સંપૂર્ણપણે અંકુશમાં આવે છે. દરરોજ સવારે નાસ્તામાં બ્રેડ કે રોટલી સાથે જામ કે જેલીને બદલે મધનો ઉપયોગ કરવાથી શરીરમાં અને લોહીનું વહન કરતી નસોમાં જમા થયેલી ચરબીને ઓગળી જાય છે. આવી રીતે નિયમિતપણે મધનો ઉપયોગ કરતી વ્યક્તિ હદયરોગ બચે છે. (વિકલી વકર્દ ન્યુઝ કેનેડા, ૧૭ જાનુઆરી, ૧૯૯૫ માંથી)

"संधान":

મધમાં સંધાન ગુણ રહેલો હોવાથી તૂટેલા હાડકાને જોડનાર છે અને તેના નિયમિત સેવનથી હાડકાની મજબૂતીમાં વધારો થાય છે. આધુનિક સંસોધનો પ્રમાણે પણ મધમાં વિપુલ પ્રમાણમાં ખનીજતત્વો રહેલા હોવાથી તે હાડકા માટે ફાયદાકારક છે.

"शोधन, रोपण":

મધનો ઉપયોગ લાગેલા ઘા ઉપર કરવાથી તેમાં ઇન્ફેકશન લાગતું નથી અને તે ઝડપથી રુજાય જાય છે. ડ્યાબીટીસમાં થાનાર અલ્સરમાં પણ મધ ઉપયોગી છે.

"सुक्ष्ममार्गानुसारी":

મધમાં સુક્ષ્મ માર્ગ અનુંસારી ગુણ રહેલો હોવાથી તે શરીરની નાનામાં નાની કેશીકોઓમાં પ્રવેશવા માટે સક્ષમ છે. તેથી તે શરીરના દરેક ભાગને ફાયદો પહોચાડનાર છે.

"चाक्षुषय":

નિયમિત રીતે મધનો પ્રયોગ કરવાથી આંખોનું તેજ વધે છે. દિવસમાં ૨ થી ૩ વાર મધના ૧ કે ૨ ટીપા આંખમાં નાખી શકાય છે. ઈન્ડીજીનશ હની પર તમે પૂર્ણ વિશ્વાસ કરી શકો છો. (નોંધ : આંખમાં મધ નાખવાથી બળતરા થાય છે.)