મધમાખી ઉછેરની ટ્રેનીગ

મધમાખી ઉછેર માટેની તાલીમ ઇન્ડીજીનસ હનીના મધમાખી ઉછેર કેન્દ્ર માં

જો તમે મધમાખી ઉછેર માટેની તાલીમ વિષે વિચારી રહ્યા છો, તો મધ અને મધમાખી વિષેની બધી માહિતી અમે તમને આપીશું. આજનો આર્ટીકલ મધમાખી ઉછેર ની તાલીમ વિષે છે.

મધમાખી ઉછેર માંટે તાલીમની શું જરૂર છે?

કારણકે મધમાખી એવું કીટક છે કે જેના વિષે માનવજાત પછી સૌથી વધુ સાહિત્ય જોવા મળે છે. મધમાખી કોઈ સામાન્ય જીવ નથી પરંતુ એ અસામાન્ય કરતા પણ વધારે છે. જો તમે મધમાખીનો ધ્યાનપૂર્વક અવલોકન કરશો, તો તમને ખ્યાલ આવશે કે તે કુદરતે બનાવેલું સોથી ઉતમ જીવ છે.

મધમાખીના જીવનનો એક માત્ર આધાર ફૂલ છે. મધમાખી માત્ર અને માત્ર ફૂલ પરથી જ ખોરાક મેળવે છે. મધમાખીના માથાથી પગ સુધીના બધાજ અંગો તેના જીવન નિર્વાહ અને વનસ્પતિના અસ્તિત્વ માટે પાયારૂપ છે. વાસ્તવમાં માનવજાતનું અસ્તિત્વ પણ મધમાખી પર આધાર રાખે છે. ખ્યાતનામ વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇન કહેતા કે “જો મધમાખીઓ પૃથ્વી પરથી નાશ પામેશે, તો માત્ર ચાર વર્ષોમાં, બધા જીવંત પ્રાણીઓનો અંત આવશે.”

જો તમે મધમાખી ઉછેર માં સફળતા મેળવવા માંગો છો તો મધમાખીની વર્તુણક, મધમાખીની શરીર રચના અને મધમાખીને ઉપયોગી ફૂલો વિષેનું સામાન્ય જ્ઞાન હોવું જરૂરી છે.

અહી હું એક વાત સ્પષ્ટ કરવા માંગું છુ કે વ્યવસાયિક ધોરણે મધમાખી ઉછેર કોઈ એક જ જગ્યા પર રહીને કરવું એ શક્ય નથી, કારણકે ૩૬૫ દિવસ મધમાખીને અનુકુળ ફૂલો એક જ જગ્યા પર મળી રહે તે સંભવ નથી. જો તમે ખરેખર મધમાખી ઉછેર માંથી નાણાકીય ફાયદો મેળવવા ઈચ્છો છો તો ફૂલોની ઋતુ પ્રમાણે મધમાખીઓ નું સ્થાનાંતર કરવું જરૂરી છે.

ગુજરાત રાજ્યમાં મધમાખી ઉછેરના મારા પાંચ વર્ષના અનુભવ પ્રમાણે મને જાણવા મળ્યું છે કે ગુજરાતમાં મધમાખીઓ ને અનુકુળ હોય તેવા ધણા પાકોનું વાવેતર થાય છે. જેવા કે ધાણા, વરીયાળી, તલ, અજમા, તુવેર, રાય, મગ, અડદ, કપાસ, બાજરી, સુર્યમુખી, વગેરે. તેમજ બાગાયતી વનસ્પતિ જેવી કે નારયેળી,બોર, સરગવો, આંબા, નીલગીર વગેરે નું પણ વાવેતર જોવા મળે છે. ગુજરાતમાં જંગલી બાવળ તથા દેશી બાવળ પણ જોવા મળે છે. આ વિશાળ વનસ્પતિક જૈવવિવિધતા ગુજરાતમાં મધમાખી ઉછેર માટે પ્રોત્સાહન આપે છે.

વ્યવસાયિક ધોરણે મધમાખી ઉછેર માટે આ વનસ્પતિક જૈવવિવિધતા એક મહત્વના પરિબળ રૂપે કામ કરે છે. અમે ઇસ ૨૦૧૨ માં મધમાખી ઉછેર કેન્દ્રની શરૂઆત કરી હતી. આજે અમારી પાસે મધમાખીઓની ૫૦૦ કરતા પણ વધારે વસાહતો છે. આમારા પ્રશિક્ષિત કર્મચારીઓ નેશનલ બી બોર્ડ દ્વારા પ્રમાણિત ગુડ બિકીપીગ પ્રેક્ટીસ ને અનુસરે છે.

મધમાખી ઉછેરની તાલીમમાં નીચે પ્રમાણેના વિષયોનો સમાવેશ થાય છે.:

મધમાખીઓ બોક્સ માં રહેલું જીવન:અમારા પ્રશિક્ષિત કર્મચારીઓ તમને મધમાખીનું જીવનચક્ર, મધમાખીઓની વર્તુણક, અને તેમની ભેગા મળીને રહેવાની રીત એટલેકે સોસીયલ નેચર સમજવા માટે મદદ કરશે.

મધમાખીના બોક્સનું સંચાલન:મધમાખી ઉછેર માટે જરૂરી સાધન સામગ્રીનો ઉપયોગ કેવી રીતે કરવો તેના માટેની જરૂરી માહિતી આપવામાં આવશે.

મધમાખી માટે જરૂરી પોષણ: જો તમે વધુ મધનું ઉપ્ત્પાદન મેળવવા ઈચ્છો છો, તો મધમાખી માટે જરૂરી પોષણની માહિતી હોવી જરૂરી છે.

એપીઅરી મેનેજમેન્ટ: મધમાખીના બોક્સ રાખેલા હોય તે સ્થાન એટલે અપીઅરી. મધનું ઉત્પાદન અને મધમાખીઓનો વિકાસ એપીઅરી ના સ્થાનની પસદગી પર આધાર રાખે છે.

મધમાખીઓના બોક્સનું સ્થાનાંતરણ: મધમાખી ઉછેર માં આ સૌથી મુશ્કેલ કામ છે. જેના માટે યોગ્ય તાલીમની ખાસ જરુરુ છે.

મધ અને મધમાખીઓના અન્ય ઉત્પાદનોનું વેચાણ: આમારા વેચાણ કાર્યના નિષ્ણાત તમને મધ અને મધમાખીઓના અન્ય ઉત્પાદનો વેચાણ માટે મદદ કરશે.

મધમાખીઓના પરાગનયનના કાર્ય નો વ્યવસાયિક ઉપયોગ: મધમાખીઓનું પરાગનયનનું કાર્ય આવકના અન્ય સ્ત્રોત ઉભો કરવા માટે સક્ષમ છે.

મધમાખી ઉછેરમાં આવતી મુશ્કેલીઓનું નિવારણ: મધમાખીઓ માં થતી બીમારીઓ તેમજ અન્ય મુશ્કેલીઓના સમાધાન માટે અમારા નિષ્ણાત કર્મચારીઓ તમારી મદદ કરશે.